Saturday, April 3, 2021

તુટેલું ચંપલ - નવલકથા

 તુટેલું ચંપલ   આ લેખ વાંચીને જો આંખોના ખૂણા આંસુથી ના ભરાય તો સમજવું કે લાગણી કે માનવતા જેવા ગુણો ની ઉણપ છે.

------------------

કેટકેટલીયે અમૂંઝણો અને રાતોની રાતોના ઉચાટથી બકુલભાઇ ત્રાસી ગયા હતા. લૉકડાઉન ક્યારનુંયે ભલે પત્યું હોય પણ તેમની જિંદગીનું લૉકડાઉન હજુયે પત્યું નહોતું. પહેલા નોકરી ગઇ અને પછી ઘરની આર્થિક સ્થિતિ સાવ નબળી બની ગઇ હતી. ‘દુકાળમાં અધિક માસ’ની જેમ જિંદગી રોજે રોજ નવી ઉપાધિઓ લઇને આવતી હતી. બાકી રહી ગયું હતું કે કોરોના થયો અને શરીરનું જોમ પણ લઇ ગયું,,,..! તે પછી તેમની માનસિક હાલત સાવ કથળવા લાગી હતી. જીવવાના બધા જોશ પણ ધીરે ધીરે ઓસરવા લાગ્યા હતા.


વ્યાજે લીધેલ પૈસાની રોજ આવતી ઉઘરાણીઓ, છેલ્લા છ માસનું બાકી ઘરભાડું અને હવે મકાનમાલિકની રોજેરોજ ઘર ખાલી કરાવવાની ધમકીઓ, વિક્રાંતની સ્કૂલ ફી... અરે હવે તો ઘર ચલાવાના’ય સાંસા પડવા લાગ્યા હતા. કૃપા બિચારી ઘરકામ કરીને મદદ કરવા મહેનત કરી રહી હતી. એના પિયરમાં થોડું સુખ હતું પણ કૃપા મારા જીવતે જીવત ક્યારેય પિયર નહી જાય...! પોતે એમની પાસેથી પહેલા પણ મદદ લઇ ચૂક્યો હતો એટલે હવે હાથ લંબાવવા શરમ આવતી હતી...!! જીવવાના બધા રસ્તાઓ ધીરે ધીરે બંધ થઇ રહ્યા હોય તેમ બકુલભાઇની માનસિક હાલત ધીરે ધીરે બગડી રહી હતી.


એક દિવસ આખરે  થાકીને બકુલભાઇએ છેલ્લો નિર્ણય કરીને ઘરની બહાર પગ મૂક્યો.


‘ક્યાં જાવ છો ?’ કૃપા એમને કંઇ કીધા વિના બહાર જતા જોઇ ઉંબરે આવીને બોલી.


‘આ તો ચંપલ તુટી ગયું છે.. જરા સંધાવી લાવું...!! અને નોકરી માટે તપાસ કરી આવું...!!’ નજર મિલાવ્યા વિના બકુલભાઇ કૃપા તરફ પીઠ ફેરવીને ચાલ્યા ગયા. 


બકુલભાઇ શહેરના ધમધમતા વાતાવરણમાં દરરોજ કોઇ કામ માટે નીકળતા... કોઇ’દી સારો હોય તો મજુરી મળતી નહિ તો નદી કિનારે બેસીને ખારીસીંગ ખાઇને પાણી પી લેતા. આજે પણ એમને ખારીસીંગનું પડીકું લીધું અને ધીરે ધીરે એકપછી એક સીંગદાણાને સાવ ખાલી પેટમાં પધરાવ્યા...!!. ક્યારેક પેટ દુ:ખી જતું પણ એ દુ:ખ જિંદગીના દુ:ખોના પહાડ સામે તે સામાન્ય હતું. પડીકું ખાલી થયું અને તેના ફોતરાં નીચે રહેલા જૂના છાપામાં એક ન્યુઝ પર નજર ફરવા લાગી. ‘આર્થિક તંગીથી કંટાળીને એક આધેડે નદીમાં કરી આત્મહત્યા...!!’ બકુલભાઇની નજર થોડીવાર તેમાં ચોંટી અને પછી નદીના વહેતા પાણી તરફ જોઇ લીધું. 


એક ઉંડો શ્વાસ લઇને તે કાગળના ડૂચાને મુઠ્ઠીમાં બંધ કરી નદીના પુલ તરફ આગળ વધ્યા. જ્યારે તે પુલની બરાબર મધ્યમાં આવ્યા ત્યારે નીચે ઉછળતાં પાણી તરફ દ્રષ્ટી કરી અને જિંદગીની અનેક નિરાશાના વમળો નીચેના પાણીમાં દેખાવા લાગ્યા. ‘આ વમળો જ મારી બધી સમસ્યાનો અંત છે, હારી ગયો છું હવે નહિ જીવાય...!!’ હૃદયનો વિલાપ અને આંખોના વહેતા આંસુ બકુલભાઇની જીવવાની ઇચ્છાને ધૂંધળી બનાવી રહ્યા હતા. પુલ પર પોતાના બન્ને હાથની હથેળી દબાવી અને કુદી પડવા મન મક્કમ બન્યું...! પુલ પર બધા પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત હતા... તેમને આંખો મીંચી....અંદરથી એક ઉંડો વલોપાત ઉઠ્યો... ભગવાન પાસે મનોમન માફી માંગી.... હાથમાં કોકડું વળી ગયેલા કાગળની અંદર આવતીકાલે પોતાની તસ્વીર છપાશે તેવું પણ દેખાઇ ગયું...!! છેલ્લે છેલ્લે વિક્રાંત અને કૃપાનો ચહેરો નજર સામે દેખાયો...!! 


જ્યાં મન જ હારી ગયું હોય ત્યાં આશાના કિરણો પણ અંધકારમય લાગતા હોય છે એમ બકુલભાઇની સામે ઘોર અંધકાર જ બચ્યો હતો…! કૃપાનો કાયમનો સાથ છોડીને અને વિક્રાંતને અનાથ મુકીને તેમને આત્મહત્યા કરવાનું નક્કી જ કરી લીધું. 


એક પગ ઉંચો કર્યો અને કેડ જેટલી ઉંચી પુલની પાળી પર મુક્યો...! મોત માટે છેલ્લી છલાંગ ભરવાની ઘડી આવી પહોંચી હતી...!!



ત્યાં જ... એક નાનો છોકરો અચાનક જ બકુલભાઇની પાસે આવ્યો અને બોલ્યો... ‘અંકલ, તમારું ચંપલ તુટી ગયું છે... લાવો સાંધી દઉ...!!’


અને એકાએક બકુલભાઇ ઘોર અંધકારમાંથી બહાર આવ્યા...!! પગ નીચે કર્યો.... સામે વિક્રાંત જેવડા જ છોકરાને ઉભેલો જોઇ તે રડી પડ્યા...!!


‘કેમ રડો છો અંકલ ?’


‘મારી પાસે પૈસા નથી...!!’ બકુલભાઇ એટલું જ બોલી શક્યા અને હિબકાં ભરાઇ ગયા.


‘અરે, એમાં શું ? પૈસા પછી આપજો પણ આમ તુટેલું ચંપલ થોડું પહેરાય... લાવો... લાવો...!!’ તેના શબ્દોમાં તાજગી હતી.


‘પણ તું મને ક્યાં ઓળખે છે ? અને તારા પૈસા હું તને ક્યારે આપીશ એ પણ ખબર નથી.’ બકુલભાઇ તેની સાથે વાત કરતા થોડા સ્વસ્થ બન્યા.


‘અરે અંકલ તમે ટેન્શન બહુ લો છો... મારી ફી કાંઇ લાખોમાં થોડી છે કે તમે નહી આપો તો હું મરી જઇશ ? આ તમારું ચંપલ સારુ રહેશે તો તમે મને યાદ તો કરશો’ને એટલુંયે ઘણું છે...! લો આ જુનું ચંપલ પહેરો અને તમારું ચંપલ લાવો.’ તેને એક તુટેલું ચંપલ બકુલભાઇને આપ્યું અને પરાણે બકુલભાઇના પગનું ચંપલ લઇ તેના કામે વળગી ગયો.


બકુલભાઇ ત્યાં જ તેની પાસે બેસી ગયા. તે સારી રીતે કામ કરી રહ્યો હતો. બકુલભાઇ થોડી સેકન્ડ પહેલાના ભૂતકાળમાં ગયા અને પોતે ખરેખર શું કરવા જઇ રહ્યા હતા તેનું ભાન થયું...!! હવે વિક્રાંત અને કૃપાનો ચહેરો પણ સ્પષ્ટ દેખાવા લાગ્યો હતો.. તે અત્યારે આ છોકરાને કારણે જ આત્મહત્યાના માર્ગેથી પાછા વળ્યા હતા.


થોડીવારમાં જ તેને તેનું કામ પુરુ કર્યુ, ‘લો અંકલ તમારું ચંપલ..!! હવે બે વર્ષ સુધી આ ચંપલને કંઇ થાય તો મને કહેજો....!!’ તેને બકુલભાઈના ચંપલને જ નહી પણ તેમની જિંદગીને સાંધી આપી હતી.


‘વાહ, સરસ કર્યુ છે તેં...!! હવે કહે કે કેટલા થયા ?’ બકુલભાઇએ તેની ચમકતી આંખોમાં જોઇએ કહ્યું.


‘અંકલ, તમારી પાસે પૈસા જ નથી તો મને શું આપશો ?’ તેના શબ્દોમાં મીઠાશની સાથે સચ્ચાઇ પણ રણકી રહી હતી.


‘સારું, એટલું કહે કે તું ક્યાં મળીશ ?’


‘આ પુલ પર સામે છેડે બેસુ છું...!!’ તેને સહજ રીતે જવાબ આપ્યો.


‘સારુ તો આ પુલ પર ફરી મળે ત્યારે કેટલા આપવાના થશે એ તો કહે...?’ બકુલભાઇ હવે સંપૂર્ણ સ્વસ્થ હતા.


તે થોડીવાર માટે બકુલભાઇની આંખમાં રહસ્યમયી નજરે જોઇ રહ્યો અને પછી બોલ્યો, ‘અંકલ, એક વાત કહું... ગમે તે થાય પણ આ રીતે આ પુલ પર બીજીવાર ન આવતા...મારે બસ એટલું જ જોઇએ છે...!!’ બકુલભાઇ તેના શબ્દોની અને તેની આંખોની ભાષા સમજી ચુક્યા અને સાવ નિ:શબ્દ તેની સામે તાકી રહ્યા. તે તેની ઉંમર કરતા વધુ સમજદાર હતો.


તે ઉભો થયો અને તેને તેની વસ્તુઓ  તેના થેલામાં ફરી ગોઠવવા માંડી. બકુલભાઈએ તેમના પગમાં રહેલું પેલું તુટેલું ચંપલ તેને પાછું આપ્યું અને પૂછ્યું, ‘તું સરસ ચંપલ સાંધે છે તો આ જુના ચંપલને કેમ નથી સાંધી દેતો ?’


‘એ મારા પપ્પાની યાદગીરી છે...!’એટલું  કહેતા જ તેના આંખમાં ઝળઝળીયા આવી ગયા અને મોં ફેરવી લીધું.


‘કેમ, તારા પપ્પા ક્યાં છે ?’ બકુલભાઇને તેની વાતમાં રસ જાગ્યો.


તેને નદી તરફ મોં રાખીને જ જવાબ આપ્યો, ‘દસ  દિવસ પહેલા જ આ નદીમાંથી એમની લાશ મળી હતી...!! એમને આ પુલ પરથી જ આત્મહત્યા કરી હતી... છાપામાં પણ આવ્યું હતું... એમના એક પગનું આ તુટેલું ચંપલ અહીં રહી ગયું હતું... તે અહીં સામે જ વર્ષોથી બુટપૉલિસ કરતા હતા... કોરોનામાં ઘરની હાલત બગડી ગઇ... એ સહન ન કરી શક્યા અને એમને.......!!’ તે રડી રહ્યો હતો.... પણ થોડીવારમાં જ તે ફરી સ્વસ્થ થઇને બોલ્યો, ‘ આ પુલ પર કેટલાય આવે છે અને પોતાની જિંદગી ટુંકાવી તેના પરિવારને અપાર દુ:ખમાં મુકીને એકલા સુખી થવા ચાલ્યા જાય છે... પણ એમને ક્યાં ખબર હોય છે કે એમના ગયા પછી દુ:ખ ઉલ્ટાનું વધે છે...!! એ પછી મને થયું કે હું અહીં જ આમતેમ ફરતો રહીશ અને કોઇપણ આત્મહત્યા કરવા આવે તો તેને બચાવવા હું મથતો રહીશ... કોઇની તુટેલી જિંદગીને ફરી સાંધી આપવા પ્રયત્ન કરીશ....’ તેનો ડૂમો બાઝી ગયો હતો એટલે તે ત્યાંથી ચાલતો થયો.


બકુલભાઇ તેને સાંભળ્યા પછી પોતાની ભૂલ સમજી ચુક્યા હતા અને સરખી રીતે પોતાના સંધાયેલા ચંપલને જોઇને પોતાની ભૂલ બદલ રડી પડ્યાં. 




વાયરસ અને માણસની લડાઈની એક અદભૂત નવલકથા



જરૂર વાંચજો 🙏🙏

Offer

Flipkart 👉 Click here

બીજી અન્ય પોસ્ટ જોવા માટે બાજુમાં આપેલા labels લિસ્ટમાં જોઈ શકો છો

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


( श्री कृष्ण की माया )

.

सुदामा ने एक बार श्रीकृष्ण से पूछा, "कान्हा, मैं आपकी माया के दर्शन करना चाहता हूँ, कैसी होती है ?"

.

श्रीकृष्ण ने टालना चाहा, लेकिन सुदामा की जिद पर श्रीकृष्ण ने कहा, "अच्छा, कभी वक्त आएगा तो बताऊंगा।"

.

एक दिन कृष्ण ने कहा–सुदामा ! आओ, गोमती में स्नान करने चलें। 

.

दोनों गोमती के तट पर गए। वस्त्र उतारे। दोनों नदी में उतरे। श्रीकृष्ण स्नान करके तट पर लौट आए। पीतांबर पहनने लगे।

.

सुदामा ने देखा, कृष्ण तो तट पर चले गये है, मैं एक डुबकी और लगा लेता हूँ और... 

.

जैसे ही सुदामा ने डुबकी लगाई सुदामा को लगा, गोमती में बाढ़ आ गई है, वह बहे जा रहे हैं। 

.

सुदामा जैसे-तैसे तक घाट के किनारे रुके। घाट पर चढ़े। घूमने लगे। 

.

घूमते-घूमते गांव के पास आए और वहाँ एक हथिनी ने उनके गले में फूल माला पहना दी। सुदामा हैरान...!

.

लोग इकट्ठे हो गए। लोगों ने कहा, "हमारे देश के राजा की मृत्यु हो गई है। हमारा नियम है, राजा की मृत्यु के बाद हथिनी, जिस भी व्यक्ति के गले में माला पहना दे, वही हमारा राजा होता है। 

.

हथिनी ने आपके गले में माला पहनाई है, इसलिए अब आप हमारे राजा हैं।"

.

सुदामा हैरान हुए, मैं राजा बन गया। एक राजकन्या के साथ उनका विवाह भी हो गया। दो पुत्र भी पैदा हो गए।

.

एक दिन सुदामा की पत्नी बीमार पड़ गई, आखिर में मर गई। सुदामा दुख से रोने लगे, उसकी पत्नी जो मर गई थी, जिन्हें वह बहुत चाहता था, सुंदर थी, सुशील थी। 

.

लोग इकट्ठे हो गए, उन्होंने सुदामा को कहा, आप रोएं नहीं, आप हमारे राजा हैं। लेकिन रानी जहाँ गई है, वहीं आपको भी जाना है, यह मायापुरी का नियम है। 

.

आपकी पत्नी को चिता में अग्नि दी जाएगी। आपको भी अपनी पत्नी की चिता में प्रवेश करना होगा। आपको भी अपनी पत्नी के साथ जाना होगा।

.

यह सुनकर तो सुदामा की सांस रुक गई, हाथ-पांव फूल गए, अब मुझे भी मरना होगा, मेरी पत्नी की मौत हुई है, मेरी तो नहीं, भला मैं क्यों मरूँ, यह कैसा नियम है ?'

.

सुदामा अपनी पत्नी की मृत्यु को भूल गये। उसका रोना भी बंद हो गया। अब वह स्वयं की चिंता में डूब गये, कहा भी, 'भई, मैं तो मायापुरी का वासी नहीं हूँ। 

.

मुझ पर आपकी नगरी का कानून लागू नहीं होता, मुझे क्यों जलना होगा ? 

.

लोग नहीं माने, कहा, 'अपनी पत्नी के साथ आपको भी चिता में जलना होगा, मरना होगा, यह यहाँ का नियम है।

.

आखिर सुदामा ने कहा, 'अच्छा भई, चिता में जलने से पहले मुझे स्नान तो कर लेने दो,' 

.

पहले तो लोग माने नहीं। फिर बात मान उन्होंने हथियारबंद लोगों की ड्यूटी लगा दी।

.

सुदामा को स्नान करने दो, देखना कहीं भाग न जाए। रह-रह कर सुदामा रो उठते। 

.

सुदामा इतना डर गये कि उनके हाथ-पैर कांपने लगे, वह नदी में उतरे, डुबकी लगाई और फिर जैसे ही बाहर निकले उन्होंने देखा, मायानगरी कहीं भी नहीं...

.

किनारे पर तो कृष्ण अभी अपना पीतांबर ही पहन रहे थे और वह एक दुनिया घूम आये है। मौत के मुँह से बचकर निकले हैं।

.

सुदामा नदी से बाहर आये और सुदामा रोए जा रहे थे। श्रीकृष्ण हैरान हुए, सबकुछ जानते थे फिर भी अनजान बनते हुए पूछा, 

.

"सुदामा तुम रो क्यों रो रहे हो?"

.

सुदामा ने पूछा, "कृष्ण मैंने जो देखा है, वह सच था या यह जो मैं देख रहा हूँ ?"

.

श्रीकृष्ण मुस्कराए और कहा, "जो देखा, भोगा वह सच नहीं था, भ्रम था, स्वप्न था, माया थी मेरी और जो तुम अब मुझे देख रहे हो यही सच है। 

.

मैं ही सच हूँ। मेरे से भिन्न, जो भी है, वह मेरी माया ही है और जो मुझे ही सर्वत्र देखता है, महसूस करता है, उसे मेरी माया स्पर्श नहीं करती। 

.

माया स्वयं का विस्मरण है माया अज्ञान है, माया परमात्मा से भिन्न, माया नर्तकी है नाचती है..नचाती है।"

.

जो प्रभु श्रीकृष्ण से जुड़ा है, वह नाचता नहीं, भ्रमित नहीं होता। माया से निर्लेप रहता है। 

.

वह जान  जाता है, सुदामा भी जान गये थे, जो जान गया वह श्रीकृष्ण से अलग कैसे रह सकता है।



  जय जय श्री राधे 




●▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬●

      *🔥HAR HAR MAHADEV🔥* 

        


              *🌹जय श्री कृष्णा🔥*

�� આ પણ વાંચો ��

પ્રજ્ઞા ટાઈમ ટેબલ PDF

પ્રજ્ઞા ટાઈમ ટેબલ 👉  PDF  ટાઈમ ટેબલ જોવા માટે ક્લિક કરો