■ શિક્ષક બની શકે છે કોરોના સંવાહક !
~ પ્રવીણસિંહ ખાંટ
ખરેખર ઘરે ઘરે ફરવા વાળો મુદ્દો ફરી વિચારવા જેવો છે.
શિક્ષકો તો કામ કરવા રાજી જ છે પણ દહેશત એ રહે છે કે
ક્યાંક શિક્ષકો કોરોનાના સંવાહક ના બની જાય એ જોવું પડે.
આજે જ એક શિક્ષકે વાત કરતા કહ્યું કે; "અમે હોમલર્નિંગ અંતર્ગત બાળકના ઘરે મુલાકાતે ગયા હતા તો વાલીએ કહ્યું; તમે બ્હારથી આવો છો તો અમને કોરોના થઈ જાય તો ? "
અહીં વાલીની વાત પણ સાચી છે.દરેક પરિવાર પોતાની સુરક્ષા વિચારતો હોય છે.વાયરસ કોઈ લાગણી,ભાવના કે સંબંધોને ઓળખતો નથી માત્ર એ લાપરવાહીને ઓળખે છે.હવે કોણ કેટલી સાવચેતી રાખે છે કોને ખબર ?
ફોનથી બાળકોનો સંપર્ક કરતા કરતા ઘણી જગ્યાએ શિક્ષકો પાસે ઘરે ઘરે મુલાકાત લીધી એના પ્રૂફ માટે ફોટા મંગાવવામાં આવે છે, જે આવા સમયમાં ઉચિત નથી લાગતું.હાલ પોતાની શાળાના બાળકોની ચિંતા દરેક શિક્ષકને સતાવે છે.
શિક્ષક સાધારણ નથી જ,એ દરેક પરિસ્થિતિમાં કામ કરે છે અને કામ કરવા હંમેશ તત્પર રહે છે.ગુજરાતના ઘણા શિક્ષકોએ બાળકોના અભ્યાસની ચિંતા કરી ઈનોવેટીવ આઇડિયાથી બાળકો સુધી પહોંચવાના સરાહનીય પ્રયત્નો કર્યા છે.ઘણા શિક્ષકોએ બાળકના ઘરે જઈ હોમ લર્નિંગ અને પોતાના વિષયના એકમ ભણાવ્યા છે.એમાં હું પણ આવી ગયો.આ બધું સારું છે,ગમે જ પરન્તુ હાલ જે પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ એ જોતા ચિંતા થાય તે સહજ છે.આપણે આપણા પરિવારની સાથે બીજાના પરિવારનું પણ મંગલ કરવાનું છે.
'सर्वजन हिताय, सर्वजन सुखाय'
આ વિચારને અમલ મૂકવો પડશે."वसुधैव कुटुंबकम्"ની ભાવનાને કેળવવી પડશે.આપણે આપણું જ માત્ર નહીં,બધાનું સારું આરોગ્ય પ્રાર્થીએ છીએ.
આપણે ત્યાં શાંતી પાઠ છે,
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखभाग्भवेत् ॥
આ તમામ વાતોનો વિચાર કરતા કોવિડ-19 બાબતે સાવચેતીપૂર્ણ અમલીકરણ થાય તે ખૂબ હિતાવહ છે.
શિક્ષણની ચિંતા જરૂરી છે સાથે એટલી જ કોરોના વાયરસની ગંભીરતા પણ જરૂરી છે.
જય શિક્ષણ
નોંધ :- આ એક વિચાર છે,વિરોધ નહીં